Translate

2. પ્રેમ એટલે શું ? ( What is Love ) Prem atle su

પ્રેમ એટલે 'હુ' કે 'તું' નહીં પણ 'આપણે.' પ્રેમ એટલે એક પીંછું નહી પણ પીંછાનો સમૂહ એવી પાંખો. કારણ પ્રેમ આકાશમાં ઉડવાનું શીખવે છે.
    એક યુવાન એક યુવતીને ઘણો પ્રેમ કરતો હતો, તેથી તેનામાં એટલી હિંમત આવી ગઇ કે એક દિવસ તો એ યુવતીના પિતાની સામે ઉભો થઇ ગયો અને કહ્યું : 'હુ તમારી છોકરીને પ્રેમ કરું છું. યુવતીના પિતાએ કહ્યું : 'તો ?  મોટી પ્રેમ કરીને ધાડ મારી છે ? એ તો બધા કરે છે. 'યુવાને કહ્યું : હું આપની છોકરીનો હાથ માગું છું. 'યુવતીના પિતાએ કહ્યું : 'એકલો હાથ ના મળે, જોઇએ તો આખેઆખી લઇ જા.'

પૈસા અને પ્રેમ વચ્ચેનો તફાવત એટલો છે કે પૈસા ને સાચવવા પડે છે. જ્યારે પ્રેમ આપણને સાચવે છે.

No comments:

Post a Comment

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others