Translate

5. નદીકિનારાની સાંજ Nadikinarani sanj

સૂર્ય દય અને સૂર્યાસ્તનું સૌંદર્ય હોય છે. તેમાંય નદીકિનારાનું સાંજનું વાતાવરણ તો અતિ સુદંર હોય છે.
       સૂર્યનાં રાતાં કિરણોનું પાણીમાં પ્રતિબિંબ પડે છે. તે દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે. સાંજ પડતાં જ વાતાવરણ ઠંડું બની જાય છે. પવનની મંદમંદ લહેરીઓ આપણા મનને પ્રફુલ્લિત કરે છે. પોતાના માળા તરફ જતાં પંખીઓનો મધુર કલરવ વાતાવરણને સંગીતમય બનાવી દે છે. ગોવાળિયા ઢોરને લઇને લઇને ગામ તરફ પાછા વળે છે. ગાયોને ગળે બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર સંભળાય છે. નદીકિનારે આવેલા મંદિરમાં સંધ્યા - આરતીની ઝાલર વાગે છે. કેટલાક લોકો નદીકિનારે ફરવા આવે છે. નદીની ઠંડી રેતીમાં બાળકો પગ પર રેતીનો ઢગલો કરીને ઘર કે મંદિર બનાવે છે અને કિલ્લોલ કરે છે.
        ધીમે ધીમે સૂરજ આથમે છે. આકાશમાં તારલિયા ચમકે છે. અજવાળી રાતે આકાશમાં ચંદ્રનો ઉદય થાય છે.
         નદિકિનારાની સાંજનું વાતાવરણ તન અને મનને આનંદથી ભરી દે છે.

1 comment:

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others