Translate

4. ઉનાળાનો બપોર Unalano bapor

       શિયાળાની સવાર આપણને તાજગી આપે છે, તો ઉનાળાનો બપોર આપણને તાપથી અકળાવી મૂકે છે.
       ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. પછી ધીમેધીમે ગરમી વધતી જાય છે. સૂરજ માથા પર આવતાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જાણે આભમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે. રસ્તાઓ પર માણસની અવરજવર પણ ઓછી થઇ જાય છે. લોકો ઘરમાં જ પુરાય રહે છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે એરકન્ડીશનરનો આશરો લે છે. કેટલાક લોકો ઠંડા પીણાં પીએ છે કે આઇસક્રીમ ખાય છે. પશુપંખીઓ પર પણ ગરમીની અસર થાય છે. પંખીઓ તેમના માળામાં ભરાઇ રહે છે. પરંતુ અકળાવાના બદલે ગીતો ગાય છે. કોયલ ટહુકા કરે છે : 'કૂ..હુ..કૂ..હુ'. પશુઓ વૃક્ષની છાયામાં બેસીને આરામ કરે છે. વટેમાર્ગુઓ પણ વૃક્ષની છાયામાં વિસામો કરે છે. બપોરે ખેડૂતો અને મજૂરો એમનું કામકાજ બંધ રાખી આરામ કરે છે. ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચિયાના પાણીમાં પડી રહે છે. બાળકો પણ ઘરમાં બેસીને ઇન્ડોરગેમ્સ રમે છે.
            માથું ફાડી નાખે એવી ગરમીના કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે એવું કહ્યું છે કે, "સૂર્યને શિક્ષા કરો."

No comments:

Post a Comment

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others