'દિવાળી આવી, દિવાળી આવી; નવા વરસની વધાઇ લાવી.'
દિવાળી એટલે સાફસફાય, આનંદઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર.
આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે. લોકો ઘરની સફાઇ કરે, દીવાલો અને બારીબારણાંને રંગરોગાન કરાવે છે. લોકો કપડાં, ફટાકડા, મીઠાઇઓ અને અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે : ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ. ધનતેરસના દિવસે લક્ષ્મિપૂજન કરવામાં આવે છે. કાળીચૌદસના દિવસે કાલિકામાતાનું પૂજન થાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. પોતાનાં સગાંવહાલાં અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.
દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવાં કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને વીજળીનાં તોરણોથી ઘર શણગારે છે. બહેનો આંગણામાં રંગળી અને સાથિયા પૂરે છે.
'દિવાળી દિવસમાં, ઘરઘર દીવા થાય;
ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય.'
દિવાળીમાં જેમ ઘરની સફાઇ થાઇ છે આપણે આપણા મનની સફાઇ કરવી જોઇએ. કોઇની સાથે મનદુ:ખ થયું હોય તો આપણે તે ભૂલી જઇએ. 'માફ કરો અને ભૂલી જાઓ' ની ભાવના વિક્સાવવાનો અને અંતરના અંધકાર દૂર કરવાનો આ તહેવાર છે.
દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે 'તહેવારોનો રાજા' છે.
No comments:
Post a Comment