1. આપણી આંખ શરીરની સૌથી ઝડપી સ્નાયુવાળો અવયવ છે. કોઇ પણ ઝડપથી થતી વસ્તુને 'આંખના પલકારા' સાથે સરખાવાય છે.
2. આંખ માત્ર કેમેરાની જેમ તસ્વીર લઇને મગજમાં મોકલે છે. જોવાનું ખરૂં કામ મગજમાં થાય છે.
3. ઉંમર વધવાની સાથે નાક અને કાન મોટા થાય છે. પણ આંખનું કદ યથાવત રહે છે.
4. વાતો કરતી વખતે આંખ વધુ પલકારા મારે છે.
5. આંખની કોર્નિયા એક માત્ર એવો અવયવ છે કે જેમાં રક્તવાહિની નથી.
6. આંખની પાંપણ બે માસમાં નવી આવે છે.
7. આપણી આંખ મૂળભૂત લાલ , પીળો અને વાદળી એમ ત્રણ રંગ પારખે છે. બાકીના રંગ મેળવણી થી થાય છે.
8. આંખનો ડોળો તદ્દન ગોળાકાર હોય છે. તેનો છઠ્ઠો ભાગ બહાર દેખાય છે.
9. આપણું મગજ આંખ અને દ્રષ્ટિ માટે સૌથી વધુ કામ કરે છે. આપણી સમૃતિનો 80 ટકા ભાગ આપણે જો કાંઇ જોઇએ છીએ તેનો બનેલો છે.
No comments:
Post a Comment