Translate

4. ચંદ્ર અને સૂર્યગ્રહણનું નિયમિત ચક્ર : સોરોસ સાયકલ Chandra ane sury grahannu niyamit chakra: soros saykal

         ચંદ્ર અને સૂર્યગ્રહણ ક્યારે થાય અને ક્યા ક્યા સ્થળેથી જોઇ શકાશે તેની માહિતી ખોગોળશાસ્ત્રીઓ અગાઉથી આપતાં હોય છે. પંચાંગમાં પણ વર્ષ દરમિયાન ક્યારે ચંદ્ર અને સૂર્યગ્રહણ થશે તેની આગોતરી માહિતી હોય છે. આ માહિતી કેવી રીતે મળતી હશે તે જાણો છો ?
      પ્રાચીન કાળમાં લોકો ગ્રહણને અશુભ કે અપશુકન માનતા. ખગોળશાસ્ત્રીઓ અને પંડિતો તેની આગવી માહિતી મેળવવા પ્રયાસ કરતા. બેબીલોનના ખગોળશાસ્ત્રીઓએ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ચોક્કસ સમયે નિયમિત થાય છે તે શોધી કાઢેલું.  આ સમયગાળો 18 વર્ષ 11 દિવસ અને 8 કલાકનો છે. એક ચંદ્ર માસ 29.53 દિવસનો હોય છે. આપણું વર્ષ 365 દિવસનું હોય છે. ગ્રહણો પૃથ્વી અને ચંદ્ર નિયમિત પ્રદક્ષિણા અને ગતિ કરે છે તેથી ગ્રહણની સ્થિતિ પણ નિયમિત થાય છે.
        ચંદ્રની ગતિને કારણે ચંદ્રની ઉત્તરેથી સૂર્યનો પથ ગણીયે તેને ડ્રકોનિક યર કહે છે. અને તે 346.55 દિવસનું છે. ચંદ્રનો પ્રદક્ષિણા પથનો સમય એલ્યુમિનિસ્ટીક કહેવાય છે તે 27.55 દિવસનો હોય છે. આ ત્રણે સમયગાળાનો સરવાળો પણ દર ત્રણ સેરોસ સાયકલ પછી થોડો ઘણો બદલાય છે. ખગોળશાસ્ત્રીઓ ચોકકસપૂર્વક ગણતરી કરીને ગ્રહણના ચોક્કસ સમય શોધી કાઢે છે.

No comments:

Post a Comment

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others