Translate

વષૉઋતુ ( Rain Season ) Varsarutu

       ઉનાળો પૂરો થાય પછી વષૉઋતુ આવે છે.
 
       આકાશમાં કાળાં કાળાં વાદળાં છવાઇ જાય છે. વાદળાંના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઇ જાય છે. લોકો ખુશખુશાલ થઇ જાય છે. બાળકો પાણીમાં છબછબિયાં કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકાં 'ડ્રાંઉ'...'ડ્રાંઉ'... કરતાં કૂદાકૂદ કરે છે. ચારે બાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઉઠે છે. કેટલાક લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને ફરવા નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે.
          વરસાદ શરુ થતાં ખેડૂતો રાજી થઇ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરોમાં અનાજના છોડ ઊગે છે. ચોમેર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. તેનાથી ધરતીમાતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા, તળાવ, નદી અને નાળાંમાં વરસાદનું નવું પાણી આવે છે.
           જરુર કરતાં વધારે વરસાદ પડે તેને 'અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદીનાળાં છલકાય જાય છે. ખેતરોનો પાક ધોવાઇ જાય છે. ઠેર ઠેર કાચાં મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોરઢાંખર પાણીમાં તણાઇ જાય છે. તેને 'લીલો દુકાળ' પણ કહે છે. વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી. ઘાસ ઊગતું નથી. ધીમે ધીમે જળાશયોનાં પાણી સુકાવા માંડે છે. તેને 'સૂકો દુકાળ' કે 'અનાવૃષ્ટિ' કહે છે.
        વષૉઋતુ એ તહેવારોની ઉજવણીની તથા વાવણીની ઋતુ છે. વષૉઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે. લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઊજવે છે.
         વષૉઋતુ પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો એનાં ગુણગાન ગાય છે. વષૉઋતુ 'ઋતુઓની રાણી' કહેવાય છે.

No comments:

Post a Comment

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others