Translate

એક પિતાનો દીકરાના શિક્ષક ઉપરનો પત્ર

તેને શીખવજો પુસ્તકોની અજાયબ દુનિયા સમજતા. થોડો નિરાંતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉંચે ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું રહસ્ય શોધવાનો આનંદ માણી શકે.

તેને શીખવજો કે તેના પોતાનાં મંતવ્યમાં વિશ્વાસ રાખે, બીજા બધા કહે કે તે ખોટા છે તોપણ.

તેને શીખવજો બધાને શાંતિથી સાંબળે. સાંબળે તેને સત્યની ચાળણીમાંથી ચાળીને જે સારું નીકળે તે જ ગ્રહણ કરે.

તેને શીખવજો કે બરાડા પાડતા ટોળાને ન સાંભળતા પોતાને સાચું લાગે તો મક્કમ થુઈને લડત આપે.

તેને વ્યગ્રતાની ક્ષણમાં સાહસ અને શૌર્યની ક્ષણોમાં ધીરજ રાખતાં શીખવાડજો.

તેને શીખવજો કે વિશ્વની ઉત્પતિ કરનારામાં શ્રધ્ધા રાખે, પોતાની જાતમાં વિશ્વાસ રાખે, કારણ કે તો જ તેને માનવ જાતમાં વિશ્વાસ અને શ્રધ્ધા રહશે.

No comments:

Post a Comment

1. Index

અભ્યાસ ( Education ) પ્રેમ એટલે શું ? ( What is Love ) State list of India Best music websites Others