સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખડાનો. કોઇ પણ ઋતુની સવાર આપણાં તન અને મનને તાજગી આપે છે. એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે.
શિયાળામાં સૂર્ય મોડો ઊગે છે પણ લોકો વહેલા ઊઠી જાય છે. તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે, એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. ખેડૂતો ખેતરમાં જઇ ખેતીકામ કરે છે. ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે. ક્યાંક ઘમ્મરવલોણાંનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે.
શહેરમાં છાપાના
ફેરીયા, દૂધવાળા અને મિલના કામદારોની અવરજવર શરૂ થઇ જાય છે. કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે. કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઇ કસરત કરે છે.
કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતૌં નથી, પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભણવાનીય બહુ મજા પડે છે.
સવારે ઘાસ પર ઝાકળનાથ ટીપાં જામેલાં દેખાય છે. સૂર્યનાં કિરણો વડે ઝાકળનાં ટીપાં ચમકી ઊઠે છે. પંખીઓનો કલરવ શરૂ થઇ જાય છે.
શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે.

Students can check the xi class admission gov bd result from the official website- https://xiclassadmission.info
ReplyDelete