01. 'કેમ છો, કહેવાની પહેલ દર વખતે આપણે કરવી જોઇએ.'
02. હંમેશા પોતાના અવગુણ તથા સામી વ્યક્તિના ગુણ શોધવા પ્રયત્ન કરો.
03. કોઇનું દિલ દુભાય તેવી વાત ન કરો.
04. કોઇ પણ વાત રજૂ કરતાં પહેલાં બે વખત વિચાર કરો.
05. જે ગાંઠ છોડી શકાય તેવી હોય તેને કદી કાપશો નહીં.
06. જેની-તેની આગળ પોતાની સમસ્યાઓનું રટણ ન કરશો.
07. અફસોસ કર્યા વગરનું જીવન જીવો.
08. ક્યારેક હારવાની પણ તૈયારી રાખ !
09. બોલાયેલા શબ્દો પાછા ખેંચાતા નથી, શબ્દો વાપરતાં કાળજી રાખો.
10. વડીલો સાથે ખૂબ સૌમ્યતાથી અને વિનયપૂર્વક વર્તો.
11. સામી વ્યક્તિના વિચારો સ્વીકારીતા શીખો.
12. જીવનને સરળ; સંયમી, મિતાહારી તથા સંતોષી બનાવો.
13. બીજાના દોષ જોવાના બદલે તે દોષ આપણામાં ન પ્રવેશે તે માટે ચિંતિત રહો.
No comments:
Post a Comment