# ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી 3.8 સેન્ટીમીટર દૂર જઇ રહ્યો છે.
# પૃથ્વી પર આજે આવતી ગરમી અને પ્રકાશ સૂર્યના પેટાળમાંથી 30000 વર્ષ પહેલાં નીકળેલા છે. ઉર્જાને સૂર્યના કેન્દ્રમાંથી સપાટી સુધી આવતાં હજારો વર્ષ લાગે પરંતુ સપાટી પરથી પૃથ્વી સુધી માત્ર આઠ મિનિટમાં પહોંચી જાય છે.
# ઇ.સ. 1843માં દેખાયેલા ગ્રેટ કોમેટની પૂંછડી 80 કરોડ કિલોમીટર લાંબી હતી.
# સૂર્યમાળાનો સૌથી વિરાટ જવાળામુખી મંગળ ઉપર છે. મંગળનો ઓલિમ્પસ જવાળામુખી 27 કિલોમીટર ઊંચો અને 600 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.
# બ્રહ્માંડમાં સૌથી વધુ ઘનતા ન્યુટ્રન સ્ટારની છે. ન્યુટ્રન સ્ટારના એક ચમચી જેટલા જથ્થાનું વજન લગભગ પૃથ્વી જેટલું થાય.
No comments:
Post a Comment